અંજારના વરસાણાની કંપનીમાંથી લોખંડના સળિયા ભરેલ ગાડી નિયત સ્થળે પહોચડવા પહેલા 12,500 કિલો સળિયા રસ્તામાં વેંચી મારવામાં આવતા ચાલક વિરુદ્ધ ફરિયાદ

fir

copy image

copy image

 અંજાર તાલુકાના  વરસાણાની કંપનીમાંથી લોખંડના સળિયા ભરેલ ગાડી નિયત સ્થળે ઓછા પહોંચાડતા વાહનચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારમાં  રહેનાર ફરિયાદી મિતુલ ભરત ગઢવી સામખિયાળી ખાતે અંજની રોડલાઇન્સ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે. ગત તા. 18/1ના વરસાણા ઇસ્પાત કંપનીમાંથી સળિયા ભરી અમદાવાદ ખાતે ખાલી કરવામાં માટેનો ઓર્ડર મળેલ હતો. જેથી કંપનીમાંથી રૂા. 23,45,388ના 39,890 કિલો સળિયા ટ્રકમાં ભરી ચાલક અમદાવાદ બોડકદેવ નારાયણ ઇસ્પાત પ્રા.લિમિટેડમાં ખાલી કરવા માટે રવાના થયો હતો. પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ  રૂા. 7,34,955ના 12,500 કિલો સળિયા રસ્તામાં વેંચી મારવામાં આવેલ હતા. બાદમાં નિયત સ્થાને ઓછો માલ પહોંચાડયા બાદ ત્યાંથી ગાડીનો ચાલક નાસી ગયો હતો. જેથી ગાડીના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.