સામખિયાળીમાં કંપનીના વાડામાંથી 1.49 લાખના ચોરાઉ મનાતા તેલ સાથે એક શખ્સ દબોચાયો

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં કંપનીના વાડામાંથી 1.49 લાખના ચોરાઉ મનાતા તેલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ધોરીમાર્ગ પરથી પસાર થનારા ટેન્કર-ચાલકોને પૈસાની પૈસાની લાલચ આપી કંપની માલિક જુદા જુદા તેલનો જથ્થો મેળવી આ ગોદામમાં સંગ્રહ કરી રહ્યા હતા. ઉપરાંત મોટાં ટેન્કરમાં આ માલ ભરી નળ વાટે જુદા જુદા ડબ્બા ભરી બારોબાર તેલ વેચાતું હોવાનું સામે આવતા પોલીસે આ સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અહીથી 640 લિટર સોયાબિન તેલ તથા 660 રિફાઇન્ડ પામોલીન તેલ એમ કુલ રૂા. 1,49,400નું તેલ તથા તેલ કાઢવા, સંગ્રહ કરવા, તેલ ભરવા સહિતની સામગ્રી એમ કુલ રૂા. 3,95,750ના મુદ્દામાલ સાથે પોલીસે એક શખ્સને દબોચી લીધો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન મૂળ આરોપી શખ્સ હાજર મળી આવેલ ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ આરંભી છે.