ભચાઉ નજીક અજાણ્યા વાહનની હડફેટમાં ચડતા બાઈકચાલકનું મોત

accident2

copy image

copy image

ભચાઉ નજીક અજાણ્યા વાહનની હડફેટમાં ચડતા બાઈકચાલકનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ જીવલેણ ગોઝારો અકસ્માત ગાંધીધામ-ભચાઉ માર્ગ પર ગોલ્ડન હોટેલ નજીક બન્યો હતો. અંજારમાં કોળીવાસમાં રહેનાર અશોક કોળી નામનો યુવાન બાઇક લઈને લાકડિયા ખાતે લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો. તે સમયે રસ્તામાં અજાણ્યા વાહને તેને ટક્કર મારતાં બાઈકચાલકનું ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં  પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.