ચેક પરતના કેસમાં આરોપી એક વર્ષ માટે જેલમાં ધકેલાયો
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ચેક પરતના પ્રકરણમાં આરોપીને બમણી રકમ ચૂકવવાની હુકમ તેમજ એક વર્ષ માટે જેલના હવાલે કરી દેવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત વર્ષ 2017માં ભચાઉના શખ્સે તેમના મિત્ર અમીષભાઇ નવીનચંદ્ર ઠક્કર પાસેથી ધંધા માટે રૂા. પાંચ લાખ હાથ ઉછીના લીધા હતા. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ રૂા. પાંચ લાખ અને દંડ રૂા. પાંચ લાખ તેમજ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદનો આદેશ જાહેર કર્યો છે.