ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભુજ ખાતે “નારીશક્તિને વંદન” કાર્યક્રમ યોજાશે
ગુજરાત સરકારના રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લોકો નિરોગી રહે અને દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા પ્રોત્સાહન મળે તે હેતુથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ”નારીશક્તિને વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહિલા ઉત્થાનની વિશેષ કામગીરી કરનાર નારી શક્તિઓનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સન્માન કરાશે. નિષ્ણાંત ડૉક્ટર્સ દ્વારા મહિલાઓની તબીબી સમસ્યાઓના નિવારણ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે.
આ કાર્યક્રમ તા.૮ માર્ચના રોજ સાંજે ૪થી ૭ કલાકે, લાયન્સ હોસ્પિટલ, રઘુવંશી ચોકડીની પાસે, ભુજ-કચ્છ ખાતે યોજાશે. આ કાર્યક્રમ મોટી સંખ્યામાં મહિલાઓને ઉપસ્થિત રહેવા પશ્ચિમ કચ્છના યોગ કોર્ડિનેટરશ્રી સંત રામદાસજી દ્વારા હાર્દિક આમંત્રણ છે.