સોમનાથની સંસ્કૃત યુનિ.માં ભણતા મરાજની કાગળો પર ખોટી હાજરી બતાવી લગ્ન કરવવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે 17 વર્ષના મારાજ સોમનાથની સંસ્કૃત યુનિ.માં ભણતા હતા અને તેમની હાજરી દેશલપર (ગુંતલી)ના શિવ મંદિરમાં બતાવી લગ્ન કરવવામાં આવેલ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે માંડવીના કોકલિયા ગામના જિતેન્દ્રભાઇ ત્રિભુવનભાઇ જોશી દ્વારા નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત 12મી ફેબ્રુઆરીના તેઓ ઘરે હતા તે સમયે બિદડાના લોકો આવેલ હતા અને ફરિયાદીના દીકરાની પૂછતાછ કરેલ હતી. ઉપરાંત ફરિયાદીના દીકરા દર્શને ચાર જાન્યુ.ના દેશલપર (ગું.)ના શિવ મંદિરમાં લગ્ન કરાવી અપાયા હોવાના કાગળો પણ બતાવવામાં આવેલ હતા. તેમજ લગ્નનું પ્રમાણપત્ર બતાવ્યું હતું. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ કાગળોમાં વિધિ કરાવનાર મારાજ તરીકે ફરિયાદીના દીકરા દર્શન જોશી બતાવી તેની સહી તથા આધારકાર્ડ અને લગ્નસંસ્કાર પ્રમાણપત્ર જોડેલા હતા. આ મામલામાં ફરિયાદીના દિકારાને કોઈ લેવા દેવા ન હોવાથી પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.