સામખિયાળી મોરબી હાઈવે પર બ્રીજ ઉપર ઉભેલા ટ્રેઈલરને ટેમ્પોએ ટક્કર મારતા ટ્રેઈલર નીચે કામ કરી રહેલા ક્લીનરનું મોત
copy image

ભચાઉના સામખિયાળી મોરબી હાઈવે પરના કટારીયા બ્રીજ ઉપર ઉભેલા ટ્રેઈલરને ટેમ્પોએ ટક્કર મારતા તેની નીચે કામ કરી રહેલા ક્લીનરનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પાપ્ત થતી વિગતો મુજબ ગત તા 5/3ના બપોરના સમયે સામખિયાળી મોરબી હાઈવે પર કટારીયા બ્રીજ પર આરોપી આઈશર ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવીને રોડ પર ઉભેલા ટ્રેઈલરના ઠાઠામાં અથડાવી હતી. સર્જાયેલ અકસ્માતમાં ટ્રેઈલર નીચે કામ કરી રહેલા 24 વર્ષીય ક્લીનરનું ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.