નવસારીના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ‘લખપતિ દીદી’ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને નવસારીના વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી’ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતની ધરા ઉપર પધારેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કચ્છી મડવર્ક ફ્રેમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ મર્ડવર્ક ફ્રેમ કચ્છના ભુજ તાલુકાના ભારાપર ગામના સિમરન સખી મંડળના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવી છે.