અંકલેશ્વરના મોતાલી પાટીયા નેશનલ હાઇવે પર ત્રણ ટ્રકો વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : ટ્રક ડીવાઈડર કૂદી રોંગ સાઈડ પર ઊતરી
copy image

સૂત્રો જણાવી રહ્યા છે અંકલેશ્વર ખાતે આવેલ મોતાલી પાટીયા નેશનલ હાઇવે પર ત્રણ ટ્રકો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ શરૂમાં બે ટ્રકનો અકસ્માત થયો હતો ત્યારે એક ટ્રક ડીવાઈડર કૂદી રોંગ સાઈડ પર ઊતરી ગયો હતો. ત્યારે સામેથી આવતા ટ્રક સાથે અથડાતાં આ ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત થયેલ ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.