અંજારના મેઘપર બોરીચીમાં આવેલ પારસનગર સોસાયટીમાં થયેલ ખુનના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક નાઓએ અંજાર વિસ્તારમાં બનેલ ગંભીર પ્રકારના શરીર સંબંધી તથા મહિલા અત્યાચારના ગુનાને સત્વરે શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય ગઈ તા.૦૭/૦૩/૨૦૨૫ સાંજના ભાગે અંજાર તાલુકા વિસ્તારના મેઘપર બોરીચીમાં આવેલ પારસનગર સોસાયટીમાં મકાનમાં એક યુવતીની લોહી-લુહાણ હાલતમાં લાશ મળી આવેલ હોવાની હકિકત જાણવા મળતા જે અન્વયે પ્રો.આઈ.પી.એસ શ્રી વિકાસ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.આર.ગોહીલ પોલીસ ઈન્સપેકટર અંજારનઓએ તાત્કાલીક પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યા પોહચી જોતા મરણજનારને શરીરના અલગ અલગ અંગોએ તીક્ષ્ણ હથિયાર વડે અનેક ધાઓ મારી ગંભીર ઈજા પહોચાડી મારી નાખેલ હોવાની હકિકત જણાઈ આવતા તુંરત પોલીસની જુદી-જુદી ટીમો બનાવી આજુબાજુના સી.સી.ટી.વી ફુટેજ એનાલીસીસ તેમજ વર્ક આઉટ કરી તેમજ હ્યુમનસોર્સ આધારે મોત નિપજાવનાર આરોપીઓને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન જાણવા મળેલ કે મરણજનાર યુવતીને કરણ સોલંકી નામના ઈસમ સાથે મિત્રતા હોય જેથી તેને પકડી ઉંડાણપુર્વક તેમજ યુકતી-પ્રયુકતીથી પુછપરછ કરતા આરોપીએ તેના મિત્ર તેમજ મરણજનારનો સાવકો ભાઈ સાથે કાવત્રુરચી મોત નિપજાવેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી મજકુર બન્ને આરોપીઓને અટક કરી ગુન્હા કામે ઉપયોગમાં લીધેલ મો.સા. કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુન્હાની વિગત:-
અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૨૩૩/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ
મર્ડરના ગુનાને અંજામ આપનાર આરોપી :-
(૧) કરણ પ્રેમજીભાઈ સોલંકી ઉ.વ.૨૫ રહે.મોમાઈનગર અંતરજાળ તા.ગાંધીધામ કચ્છ
ગુનાહિત કાવત્રૂ રચનાર આરોપી :-
(૨) વિશાલ ખેમચંદભાઈ ખેમનાણી (સીંધી) ઉ.વ.૨૩ રહે.ધારા સોસાયટી મેઘપર બોરીચી તા.અંજાર (મરણજનારનો સાવકો ભાઈ)
કબ્જે કરેલ મુદ્દામાલ (ગુનો આચરતી વખતે વાપરેલ વાહન) :-
(૧) મો.સા. રજી. નંબર-જી.જે.૩૯.ડી.૬૭૦૦ જેની કિ.રૂ.૫૦, ૦૦૦/-
(૨) મોબાઈલ ફોન નંગ-03 જેની કિ.રૂ.૧૫, ૦૦૦/-
ગુનાહિત ઇતિયાસ :-
આરોપી કરણ પ્રેમજીભાઈ સોલંકી રહે. અંતરજાળ ગાંધીધામ
(૧) અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૦૯૫૧/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૬૩ ૩૬૬ પોસ્કો વિગેરે
વિશાલ ખેમચંદભાઈ ખેમનાણી
(૧) અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૦૫૬૧/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૩૨૩, ૩૨૪, ૨૯૪(ખ), ૧૧૪ તથા જી. પી. એક્ટ ૧૩૫ વિગેરે
ગુનાને અંજામ આપવાનો હેતુ
ઉપરોક્ત પકડાયેલ આરોપી કરણ સોલંડીને મરણજનાર સાથે છેલ્લા બે વર્ષથી મિત્રતાના સંબંધ હોઈ જેથી મરણજનારને કરણ સોલંકી સાથે અવાર-નવાર ઝગડા થતા હોય જેથી મરણજનારે આરોપી સાથે મિત્રતા રાખવાની ના પાડતા આરોપી કરણ સોલંકીએ જબરજસ્તી-પૂર્વક મરણજનાર સાથે મિત્રતામા રહેવાનુ દબાણ કરતા મરણજનારએ તેના પર પોલીસ ફરિયાદ કરવાનુ કહેતા આરોપી કરણ સોલંકીને તે વાતનું મન ઉપર લાગી આવતા તેણે પોતાનો મિત્ર તથા મરણજનારનો સાવકો ભાઈ એવો વિશાલ ખેમનાણીને આરોપી કરણ સોલંકીએ વાત કરેલ કે તારી બહેન મારી પર ખોટી ફરિયાદ ક૨વાની વાત કરે છે જેથી આ વિશાલ ખેમનાણીએ કહેલ કે મારી બહેને અગાઉ મારા પર ફરિયાદ કરેલ હતી અને અમારૂ મકાન પણ પડાવી લીધેલ છે તો આપણે મારી સાવકી બહેનનો કંઈક રસ્તો કરી નાખીએ જેથી આ બન્ને આરોપીઓએ કાવત્રુ રચી ગઈ કાલે તા. ૦૭/૦૩/૨૦૨૫ ના મરણજનાર યુવતી ધરે એકલી હોઈ તેનો લાભ લઈ આ કામેના આરોપીઓએ કાવત્રા મુજબ ગુનાને અંજામ આપેલ છે.
આ કામગીરીમાં પ્રો.આઈ.પી.એસ શ્રી વિકાસ યાદવ સાહેબ તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇનસપેકટર એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.