માંડવીમાં 98.5 ગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે રિક્ષાચાલકની કરાઈ ધરપકડ
copy image

માંડવીમાં 98.5 ગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક રિક્ષાચાલક ઝડપાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માંડવીના નવા નાકાથી આઝાદ ચોક જતા માર્ગે કોઈ રિક્સા ચાલક માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે હાજર છે. ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી આરોપીને અટકાવી રિક્ષાની તલાશી લેતાં હેન્ડલ પાસેના ખાનામાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો નીકળી પડ્યો હતો. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ 98.5 ગ્રામ કિં. રૂા. 985 સહિત કુલ રૂા. 53,985નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.