ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફ્થી ભરૂચ જીલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ શખ્સ શોધી કાઢવા મળેલ સુચના અન્વયે ભરૂચ એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના ટીમના પોલીસ માણસો અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, અંક્લેશ્વર શહેર ગુનાના કામનો નાસતો-ફરતો શખ્સ પ્રદીપ ઉર્ફે ટીનો જગદીશભાઇ વસાવા રહે-હનુમાન ફળીયુ આંબોલીગામ તા-અંકલેશ્વર જી-ભરૂચનો ભરૂચી નાકા રીક્ષા સ્ટેન્ડ નજીક આવનાર છે. જે હકીકત આધારે વોચમાં રહી નાસતા-ફરતા શખ્સ પ્રદીપ ઉર્ફે ટીનો જગદીશભાઇ વસાવા રહે-હનુમાન ફળીયુ આંબોલીંગામ તા-અંકલેશ્વર જી- ભરૂચ નાને પકડી પાડી કાયદેસરની તપાસ કરી અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે અને તેના વિરૂધ્ધ આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.