“૧૯ જેટલા ગુન્હાઓ આચરનાર ટોળકી વિરૂધ્ધમાં ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ (G.C.T.O.C) હેઠળ કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”
ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ (G.C.T.O.C) નો કાયદો સને ૨૦૧૫ માં ગુજરાત રાજયમાં અમલમાં આવેલ છે. જેનો ઉદ્દેશ સંગઠીત ગુના આચરતીટોળકી “Organised Crime Syndicate” ના સાગરીતો એકબીજા સાથે મળી સંગઠીત થઇ ગુના આચરતી ટોળકી ને નિયંત્રણ લેવા માટેનો છે.
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ દ્વારા પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લાના વિસ્તારમાં સંગઠીત ગુના આચરતી ટોળકીને નિયંત્રણમાં લેવા માટે અસંખ્ય ગુન્હાઓ આચરતા ઇસમનો ગુન્હાહિત ઇતિહાસ મેળવી અને આવા ગુન્હાઓ કરવામાં તેને અન્ય કયા કયા આરોપીઓની મદદ મેળવેલ તથા કોની કોની સાથે તે સળંગ ગુન્હાઓ આચરે છે તેની માહિતી મેળવવા સુચના આપેલ જે અન્વયે શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ.ઇન્સ. એચ.આર.જેઠી સાહેબનાઓના અતિગુપ્ત રાહે આવા ગુના આચરતી ટોળકી બાબતે ઇ-ગુજકોપ દ્વારા માહિતી મેળવવામાં આવેલ.
જેના ભાગ રૂપે પશ્ચિમ કચ્છ જીલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી (૧) સિકંદર ઉર્ફે સિકલો ઉર્ફે મોલાના S/O જુસબ ઈસ્માઈલ સોઢા, રહે. રહીમનગર, ભુજ-કચ્છ (૨) મહમદ હનિફ ઉર્ફે મીઠીયો ઉર્ફે મીઠુ S/O નુરમામદ સોઢા, રહે. રહીમનગર, ખારીનદી રોડ, મસ્જીદે ઉસ્માન, મજીદની બાજુમાં ભુજ-કચ્છ (૩) ઝાકીર ઉર્ફે જાકીરીયો S/O મહમદ હનિફ ઉર્ફે મીઠીયો ઉર્ફે મીઠુ સોઢા, રહે. રહીમનગર, ખારીનદી રોડ, મસ્જીદે ઉસ્માન, મજીદની બાજુમાં ભુજ-કચ્છ (૪) અમીનભાઈ S/O મહમદ હનિફ ઉર્ફે મીઠીયો ઉર્ફે મીઠુ સોઢા, રહે. રહીમનગર, ખારીનદી રોડ, મસ્જીદે ઉસ્માન, મજીદની બાજુમાં ભુજ-કચ્છવાળાઓ પોતાની ગુનાહીત પ્રવૃતિ ચલાવવા માટે પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને ગુનાઓ આચરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળકી ” Organized Crime Syndicate” બનાવેલ જે ગેંગના તમામ સાગરીતો છેલ્લા ઘણા સમયથી જુદા જુદા અનેક પ્રકારના અરસ પરસ મીલાપીપણા થી ગુનાઓ આચરે છે તેઓની આ પ્રવૃતિ સતત ચાલુ રહેલ અને અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે અને તેઓની આ ગેરકાયદેસર ગતિવીધી આજીવિકાનું સાધન બની ગયેલ હોય જેથી આવી ટોળકીના આરોપીઓ વિરૂધ્ધ સખત કાયદેસરની કાર્યવાહી કરી તેની ટોળકી દ્વારા આચરવામા આવતા ગુન્હાઓ અટકાવવા ખુબજ જરૂરી હોય જેથી આ કામેના નીચે જણાવેલ ઇસમો વિરૂધ્ધ તેના ગુન્હાહિત ઇતિહાસ આધારે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ-૨૦૧૫ (G.C.T.O.C)ની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામે મજકુર ઇસમો વિરુધ્ધ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબનાઓએ શ્રી સરકાર તરફે ફરીયાદી બની ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૨૫૮/૨૦૨૫ ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા કલમ (ર) તથા કલમ-૩(૪) મુજબનો ગુન્હો દાખલ કરાવેલ છે.
આ ટોળકીએ પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજ શહેર, ભુજ તાલુકા તથા માનકુવા વિસ્તારમાં તથા ગુજરાત રાજયના અન્ય જિલ્લાઓમાં નિર્દોષ માણસો તથા વેપારીઓને ફોનથી તેમજ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી વિશ્વાસમાં લઇ સસ્તા સોનાની લાલચ આપી તેઓ પાસેથી રૂપિયા પડાવી લઇ તેના બદલામાં સામેવાળી વ્યકિતને સોનુ કે તેના રૂપિયા પરત નહી આપી વિશ્વાસઘાત, છેંતરપીંડી કરી તથા લુંટ કરી પોતાના આર્થિક ફાયદા સારૂ લોકોના જાનમાલને નુકશાન કરી આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરે છે અને તેઓની આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ સતત ચાલુ (Continuing Unlawful Activity) રાખેલ છે. અને મજકુર ઇસમો ઉપર કુલ-૧૯ જેટલા ગુન્હાઓ આચારેલ છે. અને આવી ગેરકાયદેર પ્રવૃતિ કરવાની ટેવ વાળા ઇસમો સામે રાજય સરકાર મારફત લાગુ કરેલ (G.C.T.O.C) નો ઉપયોગ એવા તમામ ગુન્હેગારો ઉપર કરવામાં આવશે.
નંબર (૧) સિકંદર ઉર્ફે સિકલો ઉર્ફે મોલાના S/O જુસબ ઈસ્માઈલ સોઢા, રહે. રહીમનગર, ભુજ-કચ્છ
માનકુવા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૧/૨૦૧૯ IPC. કલમ- ૪૦૬,૪૨૦,૧૧૪
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૩૪/૨૦૧૯ IPC કલમ-૪૦૬,૪૨૦,૧૨૦(બી), ૩૪
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૪૩૨૦૦૦૨૯/૨૦ IPC કલમ-૪૦૬,૪૨૦,૧૨૦(બી)
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૪૩૨૨ ૦૮૬૬/૨૦૨૨ IPC કલમ-૩૯૨,૪૦૬,૪૨૦,૧૧૪,૨૯૪(ખ)
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૪૨૨૩૦૭૬૪/૨૩ IPC કલમ-४०५,४२०,११४
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૨૨૩ ૦૦૪૮/૨૩।PC કલમ- ૪૦૬, ४२०,११४
ડાંગ જીલ્લાના આહવા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૯૦૦૨૨૪ ૦૩૨૭/૨૪ IPC કલમ-४२०,५०८(२)
માનકુવા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૧૩૨૪ ૦૬૩૩/૨૪ B.N.S.કલમ- ૧૬(૨),૩૧૮(૪) ,५४
પોરબંદર જીલ્લાના કમલાબાગ પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૯૨૫૦૦૦૯/૨૫ B.N.S. કલમ-૩૧૬(૨),૩૧૮(૪),૫૪
આરોપી નંબર (ર) મહમદ હનિફ ઉર્ફે મીઠીયો ઉર્ફે મીઠુ S/O નુરમામદ સોઢા, રહે. રહીમનગર, ખારીનદી રોડ, મસ્જીદે ઉસ્માન, મજીદની બાજુમાં ભુજ-કચ્છ
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૦૨/૨૦૧૭ IPC. કલમ- ૪૨૦,૩૮૪,૩૮૫, ૧૨૦(બી)
માડવી મરીન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૧૨૨૨ ૦૦૦૮/૨૨ IPC કલમ- ૪૦૬,૪૨૦, ૧૨૦ (બી)
માધાપર પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૯૩ ૦૨૨૦/૨૩ IPC કલમ-૪૦૬,૪૨૦, ૧૨૦ (બી),૩૪
આરોપી નંબર (૩) ઝાકીર ઉર્ફે જાકીરીયો S/O મહમદ હનિફ ઉર્ફે મીઠીયો ઉર્ફે મીઠુ સોઢા, રહે. રહીમનગર, ખારીનદી રોડ, મસ્જીદે ઉસ્માન, મજીદની બાજુમાં ભુજ-કચ્છ
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૨૨૦ ૦૨૨૯/૨૦ IPC. કલમ-४०८,४२०,११४
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૨૨૨ ૦૫૭૪/૨૨ IPC. કલમ-૪૦૬,૪૨૦,૧૧૯, ૧૨૦ (બી),૩૪
માધાપર પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૯૩ ૦૨૨૦/૨૩ IPC કલમ- ૪૦૬,૪૨૦, ૧૨૦ (બી),૩૪
માનકુવા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૧૩૨૪ ૦૬૩૩/૨૪ B.N.S.કલમ- ૩૧૬(૨), ३१८(४),५४
આરોપી નંબર (૪) અમીનભાઈ S/O મહમદ હનિફ ઉર્ફે મીઠીયો ઉર્ફે મીઠુ સોઢા, રહે. રહીમનગર, ખારીનદી રોડ, મસ્જીદે ઉસ્માન, મજીદની બાજુમાં ભુજ-કચ્છ
१. માધાપર પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૯૩ ૦૨૨૦/૨૩ IPC કલમ- ૪૦૬,૪૨૦, ૧૨૦ (બી),૩૪
२. માનકુવા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૧૩૨૪૦૬૩૩/૨૪ B.N.S.કલમ- ૩૧૬(૨), ३१८(४),५४
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ.ઇન્સ. એચ.આર.જેઠી સાહેબ તથા એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ગોહિલ, સંજયદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પુરોહિત તથા શક્તિસિંહ ગઢવી.