ભુજના ગણેશનગર વિસ્તારમાંથી તીનપતીનો જુગાર રમતા સાત ખેલીઓની અટક
copy image

ભુજના ગણેશનગર વિસ્તારમાંથી તીનપતીનો જુગાર રમતા સાત ખેલીઓને પોલીસે દબોચી લીધા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત સાંજે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન પૂર્વબાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં સીતારામ મઢુલીથી ગણેશનગર તરફ જતાં માર્ગે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈશમોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ઈશમો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.