ચોપડવામાં 18 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

 ભચાઉ ખાતે આવેલ ચોપડવામાં 18 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોપડવામાં ભરત સોઢા ઠાકોર નામના યુવાને ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. અહીં રહી અને ખેત મજુરી કરનાર ભરત ઠાકોર નામનો યુવાન ઘરે હતો તે સમયે તેણે કોઈ અકળ કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.