દોઢ વર્ષ અગાઉ ભુજથી ભારાપર જતા માર્ગ પર બનેલ હત્યાના કેસમાં આરોપી નિર્દોષ જાહેર
દોઢ વર્ષ અગાઉ ભુજથી ભારાપર જતા માર્ગ પર બનેલ હત્યાના કેસમાં આરોપી નિર્દોષ જાહેર થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દોઢ વર્ષ અગાઉ ભુજથી ભારાપર જતા રોડ પર આવેલાં ફાટેલાં તળાવ નજીકથી એક યુવતીની લાશ મળી આવેલ હતી. આ મામલે ગત તા. 15/2/ 2023ના ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આ પ્રકરણમાં ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતાં આરોપીને નિર્દોષ છોડી મૂકતો આદેશ કોર્ટે જાહેર કર્યો છે.