રાપર ખાતે આવેલ બેલા ગામમાં 13 વર્ષીય સગીરનું તીક્ષ્ણ હથિયાર વડે ગળુ કાપી કરાઈ હત્યા

copy image

રાપર ખાતે આવેલ બેલા ગામમાં 13 વર્ષીય સગીરનું તીક્ષ્ણ હથિયાર વડે ગળુ કાપીને હત્યા નીપજવવામાં આવેલ હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ બાનવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત મંગળવારના બપોરના અરસામાં રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા નજીક એક સગીરનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ હોવાની જાણ પોલીસને કરવામાં આવેલ હતી. આ બાનવ અંગે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળ પર પહોંચી હતી. વધું સૂત્રો જણાવી રહ્યા છે આ બનાવમાં ત્રણ મિત્રો શંકાના દાયરામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.