અંજારના ખેડોઇ નજીક આવેલ એક વાડીમાં કામ કરનાર દંપતી વાડી પરથી 1.02 લાખની મત્તા પર હાથ સાફ કરી થયા ફરાર

copy image

copy image

અંજાર ખાતે આવેલ ખેડોઇ નજીક આવેલ એક વાડીમાં કામ કરનાર દંપતી વાડી માંથી 1.02 લાખની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરી અંગે રાહુલ દેવીદાન ગઢવી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ફરિયાદીની અંજાર-મુંદરા રોડ, ખેડોઇ નજીક આવેલ ચાંપલ ફાર્મ નામની વાડીમાં તેમણે ઘોડા રાખ્યા હોવાથી તેની સારસંભાળ, માવજત માટે રાજસ્થાનના દંપતીને કામ પર રાખેલ હતા.  ગત તા. 25/1ના ફરિયાદી કામ અર્થે રાજકોટ ગયા હતા. બાદમાં  અહી ગાય, ભેંસનું દોહન કરવાવાળા કાના રબારીએ ફોન દ્વારા આ દંપતી ગાયબ હોવાના સમાચાર આપ્યા હતા. જેથી ફરિયાદીએ પરત આવીને તપાસ કરતાં તેમનું બાઇક હાજર મળી આવેલ ન હતી ઉપરાંત મકાનના કબાટમાં રાખેલ રોકડ પણ ગાયબ હતી. જેથી આ દંપતીએ કબાટ તિજોરી તોડી તેમાંથી રૂા. 72,300 તેમજ બાઈક લઈને ફરાર થઈ જતાં તેમના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.