ભરૂચમાં બે માળના મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી

copy image

ગુજરાતનાં ભરૂચમાં આવેલ બે માળના મકાનમાં અચાનક આગની જ્વાળા ફાટી નીકળતા ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભરૂચના ભઠિયારવાડમાં બે માળના મકાનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે સ્થાનિકોમાં અફડાતફરીનો માહોલ સર્જાયો હતો આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેમની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમ્યાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.