ભુજ તાલુકાનાં માધાપરમાં પાટ નદીમાં આગ ભભૂકી ઉઠતાં સ્થાનિકોમાં ધોડદામ મચી
ભુજ તાલુકાનાં માધાપરમાં સફાઇની દ્રષ્ટિએ ઉપેક્ષિત પાટ નદીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બપોરે એકાએક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લાંબા સમયથી ઉગી નીકળેલી ઝાડી અને લોકો દ્વારા ફેંકાતા કચરાના કારણે જાણે ડમ્પિંગ સ્ટેશન બની ગઇ હોય તેમ નદીમાં કોઇ કારણે આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. આ બનાવ અંગે ભુજ સુધરાઇની ફાયર ફાઇટર ટીમને જાણ કરવામાં આવતા તેમની ટીમએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબો મેળવ્યો હતો.