ગુજરાતમાંથી વધુ એક બોગસ ડોક્ટર દબોચાયો

copy image

copy image

ગુજરાતમાંથી વધુ એક બોગસ ડોક્ટરને દબોચી લેવામાં આવેલ છે, ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બોટાદ ગ્રામ્ય પંથકમાંથી આ બોગસ ડોક્ટરને SOG પોલીસે ઝડપી પાડ્યો છે.  જાણવા મળી રહ્યું છે કે પકડાયેલ શખ્સ બોટાદના ભદ્વાવડી ગામમાંથી મૂળ કલકત્તાનો વતની  સરકારી શાળા નજીક આવેલ દુકાનમાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે SOGની ટીમે આ શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો છે. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.