વડવામાંથી છ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી નખત્રાણા પોલીસ

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ વડવા (કાયા)માં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને પોલીસે દબોચી લીધા હતા. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણા પોલીસ પેટ્રાલિંગમાં હતી, તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,વડવા (કાયા)ના રામદેવપીર ફળિયામાં જાહેરમાં અમુક ઈશમો ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી અહીથી જુગાર રમતા છ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.