ભુજના ધાણેટીની એક કંપનીમાં કામ કરતી વેળાએ પાણીના ટાંકામાં પડી જવાથી શ્રમિકનું મોત

copy image

ભુજના ધાણેટીની એક કંપનીમાં કામ કરતી વેળાએ પાણીના ટાંકામાં પડી જવાથી 42 વર્ષીય આધેડે જીવ ગુમાવ્યો હતો. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ધાણેટીની સોમનાથ સિલિકા પ્રોસેસર કંપનીમાં ગત દિવસે સાંજના સમયે આ બનાવ બન્યો હતો. અહી હતભાગી શ્રમિક મુકેશ કામ કરી રહ્યો હતો તે દરમ્યાન તેનો પગ લપસતાં તે પાણી ભરેલાં ટાંકામાં પડી ગયો હતો. આ શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.