આદિપુરમાં શ્વાનને ધોકા, સળિયાથી મારનારને રોકવા જતાં મહિલાને ધમકી અપાતાં નવ શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

 આદિપુર શહેરમાં શ્વાનને ધોકા, સળિયાથી મારનારને રોકવા જતાં મહિલાને ધમકી આપવામાં આવેલ હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના ડી-સી પાંચમાં આ બનાવ બન્યો હતો. આ પ્રકરણમાં કુલ નવ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર આદિપુરના ડી-સી પાંચ વિસ્તારમાં રહેનારા અને વકીલાતનો વ્યવસાય કરનારાં ફરિયાદી એવા કુસુમબેન શામજી જરૂની શેરીમાં પાંચેક વર્ષથી લાલ રંગનું કુતરું આવતું હોઇ  ફરિયાદી તેને ખાવાનું આપતાં હતાં. આરોપીઓ ઈશમોએ આ મૂંગા પશુને ધોકા, સળિયા વડે માર માર્યો હતો જે અંગે કહેવા જતાં ફરિયાદી તથા તેમનાં મિત્રને મારવાની ધમકી અપાઈ હતી. આ મામલે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.