રાપરના ફતેહગઢમાં સરકારી જમીન પર દબાણો દૂર કરાયા

copy image

રાપરના વાગડનાં અનેક ગામોમાં સરકારી કે ગૌચર જમીન પર કાચાં પાકાં બાંધકામ થયેલ છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે, ભૂતકાળમાં જમીન દબાણ બાબતે ગૌચર દબાણ હટાવવા લાંબા સમય સુધી આત્મવિલોપનનો પ્રયાસ, અનશન સહિતનાં આંદોલનો પણ કરવામાં આવેલ હતા. તેમજ રાપરના ફતેહગઢમાં ફરિયાદ બાદ તંત્ર દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં આવેલ હતાં. રાપરના ફતેહગઢ ગામે સરકારી જમીન પર કબ્જો કરી કાચાં પાકાં બાંધકામ કરેલા શખ્સોના ગેરકાયદે દબાણો પર સરકાર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવેલ છે.વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આ વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે ફતેહગઢ ગ્રામ પંચાયત મારફતે રાપર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ત્રણ વખત નોટિસ આપવા છતાં દબાણો દૂર કરવામાં ન આવતા જેને દૂર કરાયા હતા.