સુરત નજીક આવેલ ઓલપાડના સરસ ગામમાં હોળી પર્વની અનોખી પરંપરાથી ઉજવણી

copy image

copy image

સુરત નજીક આવેલ ઓલપાડ તાલુકાના સરસ ગામમાં હોળી પર્વની અનોખી પરંપરાથી ઉજવણી કરવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અહી હોળીકાદહન બાદ લોકો ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા કેટલાક વર્ષોથી ચાલી આવી રહી છે. આ ગામમાં હોળીની રાત્રે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે હોળીકાદહન બાદ પાંચથી છ સેન્ટિમિટર સુધી પાથરેલા અંગારા પર લોકો ખુલ્લા પગે ચાલે છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ પરંપરામાં પાંચ વર્ષના બાળકથી લઈને 60 વર્ષના વૃદ્ધો ભાગ લે છે.