એક તરફ ધૂળેટીનો લાલ રંગ, તો એક તરફ અકસ્માતી લોહિયાળ લાલ રંગ : પાવાગઢથી પરત ફરેલો પરીવાર અકસ્માતનો ભોગ બન્યો

copy image

copy image

એક લોકો તરફ ધૂળેટીના રંગે રંગાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક પરીવાર લોહીના લાલ રંગથી લથપથ બની રહયા છે. અત્યારે રાજ્યભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડોદરાના પોર નજીક જ આવો એક બનાવ બન્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો. સર્જાયેલ અકસ્માતમાં અચાનક અર્ટિગા કાર હાઈવે પરથી નીચે ઉતરી જતાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થાય હતા તેમજ અન્ય પાંચ લોક ઘાયલ થ્યા હોવાનું સામે આવ્યું છે.