ભુજના સરલી ગામની ખાણમાંથી 35 હજારની ચોરી થતાં પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

copy image

copy image

 ભુજ ખાતે આવેલ સરલી ગામની ખાણમાંથી લોખંડના સ્ટોન કટરની પ્લેટ, એન્ગલ મળી કુલ રૂા. 35,000ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના સરલી ગામના સીમમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. અહી ફરિયાદીના કબ્જાની ખાણમાં રખવામાં આવેલ રખાયેલા સ્ટોન કટરની ચાર પ્લેટ, સાત લોખંડની ઘોડી તથા લોખંડના ચાર એન્ગલ મળી કુલ રૂા. 35,000ની આરોપી શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.