અબડાસા ખાતે આવેલ સિંધોડી મોટી ગામમાંથી 13 હજારના કેબલની ચોરી

crime

copy image

copy image

અબડાસા ખાતે આવેલ સિંધોડી મોટી ગામમાંથી 13 હજારના કેબલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોરીનો આ બનાવ સિંધોડી મોટી ગામની સીમમાં બન્યો હતો, અહી સ્થિત પવનચક્કીમાં લાગેલી પેનલના કુલ 198 મીટર અર્થિંગ કેબલ કિં. રૂા. 13,860ની કોઈ અજાણ્યા ચોર ઈશમો ચોરી કરી ફરાર થઈ ગયેલ હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.