અમદાવાદમાં માત્ર 20 દિવસમાં 2 લાખથી વધુ ટ્રાફિક-નિયમ ઉલ્લંઘના કેસો નોંધાયા

copy image

copy image

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિક માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મામલે કન્ટેમ્પ્ટ પિટિશન કરવામાં આવેલ હતી. જે અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકાર અને સત્તાવાળાઓને આપેલી કડક ચેતવણી બાદ આખરે ટ્રાફિક વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાવાળાઓએ ભારે અસરકારક કામગીરી કરી અને રસ્તાઓ પરથી દબાણો દૂર કરી, ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરા દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવેલ હતી તેમજ ચિત્ર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલ હતું. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા વીસ દીવસના સમયગાળા દરમ્યાન 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો દંડ વસૂલ્યો હોવાની માહિતી સામે આવી છે.