ભુજના સરલી ગામમાં આવેલી ખાણમાં થયેલી ચોરીના ગુના કામેના આરોપી શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપ્યો

hathkadi

copy image

copy image

ભુજના સરલી ગામમાં આવેલી ખાણમાં થયેલી ચોરીના ગુના કામેના આરોપી શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ માનવીય તેમજ ટેકનિકલ સંદર્ભોના આધારે આરોપી ઈશમને પોલીસે કાર્યવાહી હાથ ધરી અને દબોચી લીધો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી લોખંડની પ્લેટ, ગેસની બોટલ, કટર તથા ટ્રક મળી કુલ રૂા. 2.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આરોપી ઈશમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.