મુંદ્રામાંથી જાહેરમાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

  મુંદ્રામાં જાહેરમાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મુંદ્રાના વાકલ બજાર ચોકમાં જાહેરમાં કોઈ ઈશમ વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી આરોપી શખ્સને રંગે હાથ ઝડપી લઈ તેની પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.