અંજારના સાપેડા નજીક ટ્રકની હડફેટે બે આહીર ભાઈઓના મોત

image-150

copy image

  અંજાર ખાતે આવેલ સાપેડા નજીક રિવેરા ફાર્મ પાસે બાઈક પર જતાં નિંગાળ ગામના બે યુવાનોને ટ્રકએ હડફેટમાં લેતા બંને યુવાનોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના સાપેડા નજીક રિવેરા ફાર્મ પાસે ગત દિવસે સવારના ભાગે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નિંગાળમાં રહેનાર શ્યામ આહીર અને પરાસર આહીર નામના યુવાનો બાઈક પર જઈ રહ્યા હતા. તે સમયે માતેલા સાંઢની માફક દોડતી અજાણી ટ્રકે આ યુવાનોની બાઈકને હડફેટમાં લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ બંને યુવાનોમાં એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું જ્યારે અન્યને હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને પણ મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે સમગ્ર આહીર સમાજમાં ભારે અરેરાટી સાથે ગમગીની છવાઈ હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ આદરી છે.