18 લાખના એમડી ડ્રગ્સ સાથે એક આધેડ મહિલા અને સગીરની રાજકોટ રેલવે સ્ટેશન પરથી થઈ ધરપકડ

image-153

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ. 18,89 લાખના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે એક આધેડ મહિલા અને સગીરને અમદાવાદ રેલવે પોલીસની એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ SOGની ટીમે પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને રાજકોટ રેલવે સ્ટેશન પર મુંબઇથી આવેલી દુંરતો એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલી મહિલાને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન આ મહિલા પાસેથી     198.9ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી બંનેની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.