સુરતના સિવિલ હોસ્પિટલમાંથી બાળકની ચોરી મામલો આવ્યો સપાટી પર

image-152

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સુરત શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આ હોસ્પિટલમાંથી વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલમાંથી ફરી એક બાળક ચોરી થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.  સ્ટેમસેલ બિલ્ડિંગમાં રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થઈ હતી. બનાવની જાણ થતાં જ તાત્કાલિક  ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી દીધી હતી. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે, અંદાજે 200થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યાં હતાં. ત્યારે આખરે 16 કલાકની જહેમત બાદ બાળક નવાગામ ડિંડોલીમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી હેમખેમ મળી આવ્યું હતું. ઉપરાંત બાળકને ઉઠાવી જનારી મહિલા અને તેના પતિને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ આવીને પૂછતાછ સહિતની કામગીરી હાથ ધારવામાં આવેલ છે.