કોડીનારના માઢવાડ ગામમાંથી કરૂણ બનાવ સામે આવ્યો : શાળાએથી પરત આવી દરિયાકિનારે રમવા ગયેલ બાળકો  દરિયામાં ડૂબ્યા

copy image

copy image

કોડીનારના માઢવાડ ગામમાંથી કરૂણ બનાવ સામે આવ્યો છે જેમાં બે માસૂમ બાળકોનું દરિયામાં ડૂબી જવાના કારણે મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  કોડીનારના માઢવાડ ગામમાં ગત સાંજના અરસામાં બાળકો સાહિલ જયંતીભાઈ પાંજરી (ઉ.વ. 8) અને દેવરાજ વિજયભાઈ ગોહિલ (ઉ.વ. 12) શાળાએથી છુટીને દરિયા કાંઠે થરમોકોલ ઉપર બેસી રમી રહ્યા હતા તે સમયે તેજ પવનના કારણે બંને બાળકો દરિયાની અંદર તણાયા હતાં. બનાવ અંગે જાણ થતાં જ સમગ્ર ગામના માછીમાર યુવાનો દ્વારા બાળકોની શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં અંદાજિત 100 થી પણ વધુ ફિસીંગ નેટ સમુદ્રમાં બિછાવી બળકોની શોધખોળ કરાઈ હતી ત્યારે મોડી રાત્રે આ બંને બાળકોની લાશ મળી આવી હતી. બનાવને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાયો હતો.