ભુજના એરપોર્ટ રોડ પર બેલ્ટ તૂટી જવાના કારણે ઊંચાઇએથી પટકાતાં શ્રમિકનું મોત

copy image

ભુજના એરપોર્ટ રોડ પર 28 વર્ષીય યુવાન ઊંચાઇ પર કામ કરી રહ્યો હતો તે સમયે બેલ્ટ તૂટી જવાના કારણે આ યુવાન નીચે પટકાયો હતો, આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ નખત્રાણાના મોરગરનો અને હાલે છેલ્લા ત્રણેક માસથી ભુજમાં ફેબ્રિકેશનનું કામ કરનાર કલ્પેશકુમાર નામનો યુવાન એરપોર્ટ રોડ સ્થિત ટોયેટાના શોરૂમના ગોદામમાં મશીનની પીઆઇ લીન ઉપર કામ કરી રહ્યો હતો. તે સમયે બેલ્ટ તૂટતાં તે નીચે પટકાતાં પીઠના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.