શિકારી કરવા જતા ઇસમોને ગેરકાયદેસર દેશી બંદુક અને દારૂગોળા સાથે પકડી પાડતી નિરોણા પોલીસ

નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તાર ને અડીને અભ્યારણ વિસ્તાર આવેલ હોય જેમા શિકારીઓ દ્વારા શિકાર કરવાની પ્રવૃતિ ડામવા અને શિકાર કરતી ટોળકીને શોધવા માટે મે.શ્રી ચિરાગ કરોડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓની સુચનાઓ દ્વારા તેમજ બી.બી.ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ અમો પો.સબ.ઇન્સ એચ.સી. પરમાર નિરોણા પો.સ્ટે.ના સ્ટાફના માણસો નિરોણા ઉતરાદી સિમ વિસ્તાર માંથી બે ઇસમો ને ગેરકાયદેસર હથીયાર દેશી બંદુક તથા દારૂગોળો તથા બંદુક થી ફાયર કરવાના છરા અને પેજ વિગેરે સાથે પકડી બન્ને ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

મુદામાલ

(૧) દેશી બંદુક કિ.રૂ.૧૦૦૦/-

(૨) બંદુક થી ફાયર કરવાના છરા, દારૂગોળો, પેજ વિગેરે વિ.રૂ૦૦/-

પકડાયેલ ઇસમ

(૧) સલેમાન ઉર્ફે સલીમ અલાના ખલીફા ઉ.વ-૨પ રહે નિરોણા તા-નખત્રાણા

(૨) સોયબ હુસેન રેલડીયા ઉ.વ-૨૩ રહે-નિરોણા તા-નખત્રાણા

ઉપરોકત કામગીરીમાં નિરોણા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ એચ.સી.પરમાર તથા એ.એસ.આઇ વિજયસિંહ યાદવ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ હિતેશભાઇ કાનાણી તથા ક્રિપાલસિહ ઝાલા તથા પો.કોન્સ. વજાભાઇ ગમાર વિગેરે માણસો જોડાયેલ હતા.