રાપરના પેથાપરમાં રહેનાર શખ્સ દેશી બનાવટની બંદૂક સાથે દબોચાયો

copy image

copy image

રાપર ખાતે આવેલ પેથાપરમાં રહેનારા તુલસી રાયશી સુરાણી નામના શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુ પ્રાપ્ત થતી વિગતો મુજબ પકડાયેલ શખ્સે અગાઉ સોશિયલ મીડિયા પર બંદૂક સાથેનો ફોટો પોસ્ટ કરેલ હતો. ત્યારે પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આ શખ્સ બંદૂક સાથે મેવાસા બાજુ આવી રહ્યો છે. ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને  આ શખ્સને દબોચી લઈ તેની પાસેથી રૂા. 5000ની દેશી બંદૂક કબ્જે કરી હતી. પોલીસે આ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળને વધુ તપાસ આરંભી છે.