સોમાણીવાંઢમાંથી દેશી બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડતી ગાગોદર પોલીસ

copy image

સોમાણીવાંઢમાં એરંડાના ખેતરમાં રખેવાળી કરતા શખ્સને દેશી બંદૂક સાથે સ્થાનિક ગાગોદર પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્થાનિક ગાગોદર પોલીસે પણ ગત મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સોમાણીવાંઢમાં એરંડાના ખેતરમાં રખેવાળી કરતા દેવશી કબીર સોમાણીને પકડી તેની પાસેથી જૂની દેશી બંદૂક કબ્જે કરવામાં આવેલ હતી. આ શખ્સે શાના ઉપયોગ માટે પોતાની પાસે બંદૂક રાખેલ હતી તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.