“ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂનની કોશીશના ગુનાના આરોપીઓને ઝુંઝાણી ગામ તા.ભીનમાલ જી.ઝાલોર(રાજસ્થાન) ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

ગઇ તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ જ્યુબેલી ક્રીકેટ ગ્રાઉન્ડ સામે સાહેદ સાથે બજાજ ફાઇનાન્સના રૂપિયાની ઉઘરાણી બાબતે બોલાચાલી થયેલ તે વાતનું મન દુઃખ રાખી આરોપીઓએ થાર ગાડીથી પોતાના હાથમાં તીક્ષ્ણ હથિયાર ધારીયા તથા છરીઓ ધારણ કરી સાહેદને ગાળાગાળી કરી ધક-બુસટનો માર-મારેલ તેમજ છરી વડે તથા ધારીયા વડે સાહેદને મારવા જતા હતા ત્યારે ફરીયાદી વચ્ચે પડીને ધારીયુ પકડતા ફરીયાદીના બન્ને હાથમા સામાન્ય ઈજા પહોંચાડેલ અને છરી વડે સાહેદને ડાબી બાજુની પાંસળીના ભાગે બે થી ત્રણ જેટલા ઘા મારી મૃત્યુ નિપજાવવા માટે ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી અને ફરીયાદીને તથા સાહેદને જાનથી મારી નાખાવાની ધમકી આપી મે.શ્રી જિલ્લા મેજી.સા.નાઓના હથિયારબંધી જાહેરનામા ભંગ કરી ત્યાંથી પોતાની થાર ગાડીથી ચારેય આરોપીઓ નાશી ગયેલ હોય જે અન્વયે ભુજ સીટી એ ડીવી પોસ્ટે ગુ.ર.જી.નં.૩૨૭/૨૫ બી.એન.એસ.કલમ ૧૦૯, ૧૧૫(૨), ૨૯૬(ખ),૩૫૧(૨),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ.

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામેના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પંકજભાઇ કુશ્વાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, મહીપાલસિંહ પુરોહીત તથા પો.કોન્સ. જયદેવસિંહ જાડેજાનાઓ ઉપરોકત ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે આરોપી (૧) સત્યરાજસિંહ ઉમેદસિંહ વાઘેલા તથા (૨) જુવાનસિંહ બન્નેસંગ સોઢા નાઓને રાજસ્થાન રાજ્ય ખાતેથી ગુના કામે ઉપયોગમાં લીધેલ થાર ગાડી સાથે પકડી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • આરોપીઓ
  • જુવાનસિંહ બનેસંગ સોઢા ઉ.વ.૨૮ રહે.હાલ સાઇ ડેકોરાના ઉપરના માળે શાને પંજાબ હોટેલની સામે માધાપર તા.ભુજ મુળ રહે.વેરસરા તા.રાપર જી.કચ્છ-ભુજ

સત્યરાજસિંહ ઉમેદસંગ વાઘેલા ઉ.વ.૨૪ રહે. ફલેટ નં.૨૦૫ કેપીટલ પ્લાઝા મહાદેવ નાકા ભુજ મુળ રહે.માંજુવાસ તા.રાપર જી.કચ્છ-ભુજ

  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • મહીન્દ્રા થાર ગાડી

મોબાઇલ ફોન નંગ-૩

  • રોકડા રૂપીયા.૯૫,૦૦૦/-