અંજાર ખેડોઇમાં ઘરમાંથી રાતના અંધારામાં દાગીનાની થઈ ઉઠાંતરી : અન્ય બે મકાનના પણ તાળાં તૂટ્યા

copy image

copy image

  અંજાર ખાતે આવેલ મોટી ખેડોઇમાં ઘરમાંથી દાગીનાની ચોરી થઈ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોટી ખેડોઇમાં કન્યા શાળાની બાજુમાં રહી ખેતમજૂરી કરતા ફરિયાદી એવા કાનજી આશા મહેશ્વરીના ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. ફરિયાદી અને પરિવારજનો રાત્રે સૂઇ ગયા હતા. બાદમાં બીજા દિવસે સવારે ઉઠીને ફરિયાદીએ કામ પર જઈ રહ્યા તે સમયે તેમણે શેરીમાં તેમને એક ટ્રન્ક નજરે ચડી હતી. આ પેટીમાં તેમની માતાનો આધારકાર્ડ, ફોટો વગેરે દેખાયા હતા. બાદમાં વધુ તપાસ કરતાં તે પેટી તેમની જ હતી અને તેમના ઘરમાંથી રૂા. 35,000ના દાગીના ગુમ જણાયા હતા. આ મામલે વધુ તપાસ કરતાં બાજુમાં અન્ય બે મકાનના તાળાં તૂટ્યા હોવાનું સામે આવ્યું છે.