નિરોણાના સીમ વિસ્તારમાંથી બંદૂક સાથે શિકાર માટે નીકળેલા ગામના જ બે શખ્સોને ઝડપી પાડતી નિરોણા પોલીસ
copy image

નિરોણાના સીમ વિસ્તારમાંથી બંદૂક સાથે શિકાર માટે નીકળેલા ગામના જ બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નિરોણા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગામની ઉતરાદી સીમમાં કેનાલ નાળીને અડીને આવેલા ખેતરમાં કોઈ શખ્સો દેશી બંદુક વડે શિકાર પ્રવૃત્તિ માટે ફરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળી સ્થળ પર જઈ કાર્યવાહી હાથ ધરી અને બંને ઈશમોને દબોચી લીધા હતા. પોલીસે બંને શખ્સોએ પાસેથી બંદૂક સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.