ભુજ તાલુકાના અજરખપુર (LLDC) ખાતે કચ્છ વણકર એસોશીએશન દ્વારા “સંધણી” પુસ્તક વિમોચન પ્રસંગે સેમિનાર યોજાયો

તા.૨૧/૩/૨૫ ના રોજ કચ્છ વણકર એસોસિએશન દ્વારા “સંઘણી” પુસ્તકના વિમોચન પ્રસંગે અજરખપુર (LLDC ) ખાતે વણકર સમુદાયના વણાટ અને તેમની જીવન શૈલી પર કંડારેલ ડોક્યુમેન્ટરી અને પુસ્તકનું વિમોચન “તેરા તુજકો અર્પણ ” પ્રસંગમાં કચ્છના વણાટ ઉદ્યોગ વધારે આગળ વધે તેમજ તેને નેશનલ અને ઈન્ટર નેશનલ માર્કેટિંગ મળે, તે માટે કચ્છ વણકર એસોસિયેશન દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમ રજૂ કરાયો હતો.

પધારેલ મહેમાનોનું સામૈયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. LLDC, ના ઓડિટોરિયમ માં કાર્યક્રમ દરમ્યાન સસ્થાનાં પ્રમુખ
શ્રી બેચરભાઈ વણકરએ સૌ મહેમાનોને આવકાર આપ્યો હતો તેમજ પધારેલ મહેમાનોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂ આત કરાઈ હતી. આ કાર્યક્રમમાં
શ્રી ગોપાલ શર્મા સાહેબ, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ હેન્ડીક્રાફ્ટ (ભારત સરકાર) દ્વારા વણકરો માટે વિવિધ યોજના તેમજ EPCH ની સમજણ અપાઈ હતી .
શ્રી આશિષભાઈ કોઠારી, (સંસ્થાપક, કલ્પવૃક્ષ) એ
કચ્છના વણકર અને વણાટકામ સાથે સંકળાયેલ કોમ્યુનિટીને વિશ્ર્વભરમાં પ્રખ્યાત કરી ઉદ્યોગમાં વધારા અંગે માહિતી આપી હતી,
શ્રી રવિવીર ચૌધરી (આસિસ્ટ ડાયરેક્ટર હેન્ડીક્રાફ્ટ -ભારત સરકાર) એ હેન્ડલૂમની પ્રોડક્ટ વધારે આગળ વધે અને દરેક કારીગરો પોતે પણ વણાટ કાપડના વસ્ત્રો પહેરે તેમજ અન્ય લોકોને પણ હાથવણાટ કાપડ પહેરવાનો આગ્રહ કરે એવું જણાવ્યુ હતું.
નીરજ સિંહ (નાબાર્ડ ભારત સરકાર ) કચ્છના વણાટ ઉદ્યોગને આગળ વધવા પર ખાસ ભાર મુક્યો હતો, શ્રી ગ્રામિત સાહેબ, કચ્છલિડ બેંક મેનેજરે વણાટ ઉદ્યોગ માટે સરકારની યોજનાઓ વણકરને સમાજને પુરી પાડી હતી, આમીબેન (શ્રૃજન સંસ્થાના મેનેજર) ડો. અરુણમણી દીક્ષિત, પર્યાવરણ વિદ – (Centre for Environment and Social Concerns – Ahmedabad) દેવાંગભાઈ સોમપુરા, (સંયોજક, EDI HMI project, Bhuj) ધ્રાડીતભાઈ લેહરી (ખમીર સંસ્થા ), કકુબેન વણકર (મહિલા પ્રમુખ), બેચરભાઈ વણકર (એસોશીએશન પ્રમુખ)
મંચસ્થ મહાનુભાવ તરીકે રહ્યા હતા.
વણકર સમાજના પ્રમુખ શ્રી શિવજીભાઈ મંગરીયા, કચ્છ વણકર એસોશીએશનના માજી પ્રમુખ મેઘજીભાઈ વણકર, દેવજીભાઈ વણકર, ડાયાભાઈ વણકર, શામજી ભાઇ વણકર,
ડાયાભાઈ કુડેચા, ગાભાભાઇ વણકર માકપટ પમુખશ્રી હીરજીભાઈ લાઉવા, નાનજીભાઇ વણકર, હીરજી ભાઈ વણકર, પચાણભાઇ સંજોટ, અમૃતલાલ વણકર, કાન્તિભાઇ વણકર, હિતેષભાઇ બૂચીયા, વેરસીભાઇ સંજોટ, દેવશીભાઇ,ભરત ભાઈ વણકર, પ્રકાશભાઇ, ભાવના બેન, કેસાબેન, લાછુબેન, વગેરે સહિત મોટી સંખ્યામાં વણકરો હાજર રહ્યા હતા, સંચાલન ગોવિંદભાઈ વણકર (મંત્રી કચ્છ વણકર એસોશીએશન) એ કર્યુ હતું.
ગુજરાત અને ભારત સરકારના અધિકારીઓ કાર્યકમ માં ઉપસ્થિત રહ્યા હતા ,તેવું મેઘજીભાઈ વણકરની યાદીમાં જણાવાયું હતું.