કચ્છના છેવાડેના અબડાસાના ભાગ્ય બદલી રહયા છે
કચ્છના છેવાડેના અબડાસાના ભાગ્ય બદલી રહયા છે
નર્મદાનીરની રેલમછેલ કૃષિ, પેજળ માટે નવો સૂર્યોદય
અબડાસા અડભંગની ભૂમિ કહેવાતો કચ્છનો છેવાડાનો અબડા માટે નર્મદાનીરની રેલમછેલ આગામી સમયમાં કૃષિ પેજળ માટે નવો સૂર્યોદય થઈને જ રહેશે તે વાત હવે ડંકાની ચોટ પર છે.
રૂ|. 1400|- કરોડોના ખર્ચે પાઈપલાઈનો બીછાવવાનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. અબડાસાના 30 નાના મોટા ડેમને નર્મદાના નીરથી ભરચક કરી દેવાનું આયોજન છે.
આમે હાલના સમયમાં અબડાસા કૃષી પેદાશમાં આગળ પડતો તો છે જ અને અબડા અડભંગની આ ભૂમિમાં ખનીજ એ બેશુમાર છે.
રાજ્ય સરકારનું આ દૂરગામી પગલું અબડાસા ને કચ્છભરમાં આગળ કરી દેશે. એ વાતમાં કોઈ શક નથી…..અબડાસા પછી લખપત વિકાસની નર્મદા સરવાણી લખપતને જૂની શાખ (પ્રતિદિન- લાખ કોરીની આમદની વાળી) જહોજલાલી લોટાવી શકે તેમ છે.
અબડાસા લખપતનો લાઈમ સ્ટોન સીમેન્ટ ઉધ્યોગમાં પ્રાણરૂપ છે. જે સીમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માં થયેલ વિકાસ સાબીત કરે છે.
સમણું ચક્ર પુરવેગે ફરી રહ્યું છે. ત્યારે પશ્ચિમ કચ્છના છેવાડેના આ બે વિસ્તાર નર્મદા નીરથી ચમકીને જ રહેશે તે નિર્વિવાદ છે.