“સુરત શહેરના મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચીટીંગના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ રબારી તથા સુરજભાઇ વેગડાનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ રબારીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સુરત શહેરના મહીધરપુરા પો.સ્ટે. ના એ. પાર્ટ ગુ.ર.ન. ૦૯૨૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૬૧ મુજબના ગુન્હા કામે પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો-ફરતો આરોપી કલ્પેશ ઇશ્વરભાઇ ચોથાણી રહે. બાબાવાડી, માંડવી-કચ્છ વાળો હાલે મહાવીરનગરના ગેટ પાસે, કોડાય મધ્યે હાજર છે. જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેની પુછ પરછ કરતા પોતે સુરત શહેરના મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં પોતાની ઉપર દાખલ થયેલ ચીટીંગના ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમની અટકાયત કરી કોડાય પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- પકડાયેલ આરોપી
કલ્પેશ ઇશ્વરભાઇ ચોથાણી ઉ.વ. ૩૭ રહે. ચોથી શેરી, બાબાવાડી, માંડવી-કચ્છ
- નીચેના ગુનામાં નાસતો ફરતો હતો
- સુરત શહેરના મહીધરપુરા પો.સ્ટે. ના એ. પાર્ટ ગુ.ર.ન. ૦૯૨૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૧૮(૪), ૬૧ મુજબ