મહેસાણા ખાતે આવેલ ઊંઝા શહેરમાં મામલતદાર કચેરીના દરવાજેથી પસાર થતા એક વૃદ્ધ આઈસરના ટાયર તળે કચડાયા

image-176

copy image

copy image

મહેસાણા ખાતે આવેલ ઊંઝા શહેરમાં મામલતદાર કચેરીના દરવાજેથી પસાર થતા એક વૃદ્ધને આઈસરે હડફેટમાં લેતા તેમનું મોત થયું છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઊંઝામાં ભરચક વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીથી બહાર ઝેરોક્ષ કાઢવા જતા અશક્ત વૃદ્ધ આઈસરના ટાયર તળે કચડાઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે આ બનાવમાં આ વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલિસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.