ભુજ-લખપત હાઇવે પર એક શખ્સની ટ્રકમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

image-171

copy image

copy image

ભુજ-લખપત હાઇવે પર એક શખ્સની ટ્રકમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના સુગારિયા ગામના 35 વર્ષીય હતભાગી યુવાન દિનેશ ગાંગા ગુજરિયા રાત્રીના સમયે પોતાની માલિકીની ટ્રક લઇ લિગ્નાઇટ ભરવા ગયેલ હતો. બાદમાં રવાપર નજીક હાઇવે પાસે પાર્ક કરેલી પોતાની ટ્રકમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલ હતો. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે હતભાગીએ સવારના સમયે પોતાની ટ્રક માં ડ્રાઇવર સાઇડમાં કડીના એંગલમાં પટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી હોવાની વિગતો જાહેર કરવામાં આવેલ છે.