ખેડાના માતરમાં ચોંકાવનાર બનાવ  સામે આવ્યો : ગરીબોને સરકાર તરફથી આપવામાં આવતું સસ્તા ભાવનું અનાજ બારોબાર વેચી દેવાનો થયો ખુલાસો

image-177

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ખેડાના માતરમાંથી ચોંકાવનાર બનાવ  સામે આવ્યો છે જેમાં ગરીબોને સરકાર તરફથી આપવામાં આવતું સસ્તા ભાવનું અનાજ બારોબાર વેચી મારવામાં આવેલ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજ્ય સરકારની નેમ છે કે, કોઈપણ ગરીબ ભૂખ્યો ન સૂવે પરંતુ સરકારી પરવાનેદાર આ સસ્તું અનાજ બહાર માર્કેટમાં બારોબાર વેચી દેવાતું હોવાનું સામે આવ્યું છે. ખેડા ખાતે આવેલ માતર તાલુકાના મહેલમાં જેન્ટલ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ મહેલજ ખાતે રેડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. સૂત્રો જણાવી રહ્યા છે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અહીથી 280 ટન ચોખા, 63 ટન ઘઉં-બાજરી, 1500 કિલો દીવેલા, 3780 કિલો કણકી બધું મળીને 1 કરોડ 47 લાખનો સસ્તા અનાજનો જથ્થો કબ્જે કરાયો છે. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.