ગુજરાતમાં હત્યાનો સિલસિલો યથાવત : પંચમહાલમાંથી હત્યા કરેલી હાલતમાં પરિણીતાનો મૃતદેહ મળી આવતા ચકચાર
copy image

ગુજરાતમાં હત્યાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે પંચમહાલમાંથી વધુ એક હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ ડુમેલાવ ગામના જંગલમાં આ બનાવ બન્યો છે. અહીથી એક પરિણીતાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોધરા તાલુકાના કુંડલા ગામની 30 વર્ષીય રંજનબેન કેવળભાઈ પટેલ નામની પરિણીતાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવેલ છે. બનાવની જાણ થતાં જ તાત્કાલીક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.